Gujarati Garba: હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

 "હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે"



                                                   હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે


અહી આપેલ ગુજરાતી ગરબા ને પીડીએફ સ્વરૂપ માં ડાઉનલોડ કરવા માટે નીચે આપીલી લિન્ક પર ક્લિક કરે

Gujarati Garba Book PDF Download


Comments